역대상 8장 구자라트 IRV
- 1 બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
- 2 નોહા તથા રાફા.
- 3 બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
- 4 અબીશુઆ, નામાન, અહોઆહ,
- 5 ગેરા, શફૂફાન તથા હૂરામ.
- 6 આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
- 7 નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
- 8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
- 9 તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
- 10 યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
- 11 પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
- 12 એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
- 13 તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
- 14 બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
- 15 ઝબાદ્યા, અરાદ, એદેર,
- 16 મિખાએલ, યિશ્પા તથા યોહા.
- 17 એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
- 18 યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
- 19 શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
- 20 અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
- 21 અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
- 22 શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
- 23 આબ્દોન, ઝિખ્રી, હાનાન,
- 24 હનાન્યા, એલામ, આન્થોથિયા,
- 25 યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
- 26 યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
- 27 યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
- 28 આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
- 29 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
- 30 તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
- 31 ગદોર, આહ્યો તથા ઝેખેર.
- 32 યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
- 33 નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
- 34 યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
- 35 મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
- 36 આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
- 37 મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
- 38 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
- 39 આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
- 40 ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.