에스라 2장 구자라트 IRV
- 1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
- 2 ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
- 3 પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
- 4 શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
- 5 આરાહના વંશજો: સાતસો પંચોતેર.
- 6 યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
- 7 એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
- 8 ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
- 9 ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
- 10 બાનીના વંશજો: છસો બેતાળીસ.
- 11 બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
- 12 આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
- 13 અદોનિકામના વંશજો: છસો છાસઠ.
- 14 બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
- 15 આદીનના વંશજો: ચારસો ચોપન.
- 16 આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
- 17 બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
- 18 યોરાના વંશજો: એકસો બાર.
- 19 હાશુમના લોકો: બસો ત્રેવીસ
- 20 ગિબ્બારના લોકો: પંચાણું.
- 21 બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
- 22 નટોફાના લોકો: છપ્પન.
- 23 અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
- 24 આઝમાવેથના લોકો: બેતાળીસ.
- 25 કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
- 26 રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
- 27 મિખ્માશના લોકો: એકસો બાવીસ.
- 28 બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
- 29 નબોના લોકો: બાવન.
- 30 માગ્બીશના લોકો: એકસો છપ્પન.
- 31 બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
- 32 હારીમના લોકો: ત્રણસો વીસ.
- 33 લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
- 34 યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
- 35 સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
- 36 યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
- 37 ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
- 38 પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
- 39 હારીમના વંશજો: એક હજાર સત્તર.
- 40 લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
- 41 ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
- 42 ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
- 43 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
- 44 કેરોસ, સીહા, પાદોન,
- 45 લબાના, હગાબા, આક્કુબ,
- 46 હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
- 47 ગિદ્દેલ, ગહાર, રાયા,
- 48 રસીન, નકોદા, ગાઝ્ઝામ,
- 49 ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
- 50 આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
- 51 બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
- 52 બાસ્લુથ, મહિદા, હાર્શા,
- 53 બાર્કોસ, સીસરા, તેમા,
- 54 નસીઆ અને હટીફાના વંશજો.
- 55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
- 56 યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
- 57 શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
- 58 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
- 59 તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
- 60 દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
- 61 યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
- 62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
- 63 સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
- 64 સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
- 65 તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
- 66 તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
- 67 ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
- 68 જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
- 69 તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
- 70 યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.