시편 112편 구자라트 IRV
- 1 યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
- 2 તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
- 3 તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
- 4 ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે.
- 5 જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
- 6 કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
- 7 તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
- 8 તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
- 9 તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
- 10 દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.