시편 125편 구자라트 IRV

  1. 1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
  2. 2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
  3. 3 દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
  4. 4 હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
  5. 5 પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.