시편 127편 구자라트 IRV
- 1 જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
- 2 તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.
- 3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
- 4 યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
- 5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.