시편 130편 구자라트 IRV
- 1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
- 2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
- 3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
- 4 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
- 5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
- 6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
- 7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
- 8 તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.