시편 149편 구자라트 IRV

  1. 1 યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
  2. 2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
  3. 3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
  4. 4 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
  5. 5 સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
  6. 6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.
  7. 7 તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે.
  8. 8 તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
  9. 9 લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.