시편 20편 구자라트 IRV

  1. 1 સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
  2. 2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
  3. 3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
  4. 4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
  5. 5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
  6. 6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.
  7. 7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
  8. 8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
  9. 9 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.