시편 54편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
- 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
- 3 કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
- 4 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે.
- 5 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
- 6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
- 7 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.