시편 6편 구자라트 IRV

  1. 1 હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
  2. 2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
  3. 3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
  4. 4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
  5. 5 કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
  6. 6 હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
  7. 7 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
  8. 8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
  9. 9 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
  10. 10 મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.