시편 70편 구자라트 IRV

  1. 1 હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
  2. 2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
  3. 3 જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
  4. 4 તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.”
  5. 5 પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.