시편 95편 구자라트 IRV
- 1 આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
- 2 આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
- 3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
- 4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
- 5 સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
- 6 આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
- 7 કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
- 8 “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,
- 9 જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
- 10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.’
- 11 માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”