민수기 29장 구자라트 IRV
- 1 સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.
- 2 તે દિવસે તમે સુવાસને સારુ યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખામી વગરનો વાછરડો, એક ઘેટો, એક વર્ષની ઉંમરનાં સાત હલવાન ચઢાવો.
- 3 તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું, વાછરડાની સાથે ત્રણ દશાંશ એફાહ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ચઢાવ.
- 4 સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ.
- 5 પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
- 6 દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.
- 7 સાતમા મહિનાને દસમે દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. તે દિવસે તમારે પોતાને નમ્ર કરવું અને કોઈ કામ ન કરવું.
- 8 તમારે યહોવાહને સુવાસિત દહનીયાર્પણ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.
- 9 તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો,
- 10 એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.
- 11 વળી પાપાર્થાર્પણ માટે તમારે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.
- 12 સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.
- 13 તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટાં અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.
- 14 તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે,
- 15 એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે.
- 16 નિયમિત થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
- 17 સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટાં તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.
- 18 તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ, તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવવાં.
- 19 તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો.
- 20 સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા.
- 21 તથા તેની સાથે તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ ચઢાવવાં.
- 22 પ્રતિદિન થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
- 23 સભાના ચોથા દિવસે દસ બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.
- 24 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
- 25 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
- 26 સભાના પાંચમા દિવસે નવ વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.
- 27 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
- 28 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ માટે એક બકરો ચઢાવવો.
- 29 સભાના છઠ્ઠા દિવસે આઠ વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.
- 30 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
- 31 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવાં.
- 32 સભાના સાતમા દિવસે સાત વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવાં.
- 33 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
- 34 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
- 35 આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ.
- 36 તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.
- 37 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવા.
- 38 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત તમારે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
- 39 તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં.”
- 40 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.